કમ્પિટિટીવ એક્ઝામ :એકાગ્રતા કેવી રીતે કેળવશો
મેડિકલ, ફાર્મા કે એન્જિનિયરિંગની પરીક્ષામાં વિધાર્થી ધ્યાન ન લાગવાની, ભૂલી જવાતી ફરિયાદ કરે છે કમ્પિટિટીવ એક્ઝામ્સની તૈયારી કરનારા વિદ્યાર્થીઓએ ખૂબ વાંચવું પડે છે. મેડિકલ, ફાર્મા કે ખાસ કરીને એન્જીનિયરીંગના સ્ટુડન્ટ્સને કલાકો સુધી એકધારું વાંચવું પડે છે, કે અભ્યાસ કરવો પડે છે. સિવિલ સર્વિસિસની તૈયારી કરતા વિધાર્થીઓ જ્યારે કલાકો સુધી ધ્યાન લગાવીને વાંચવાનો પ્રયાસ કરે છે ત્યારે ક્યારેક તેમાં અડચણો આવે છે. આવા વિદ્યાર્થીઓની મુંઝવણનો રસ્તો કાઢવા માટે ૨૦૧૩ના બેરાના આઈએએસ અધિકારી દિવ્યા મિત્તલે તાજેતરમાં સોશિયલ મિડિયા પર કલાકો સુધી કેવી રીતે તૈયારી કરવી તેની
કેટલીક અસરકારક ટીપ્સ આપી હતી. એજ્યુસ્કોપના વાચકો માટે આ ટીપ્સ સાભાર રજૂ કરીએ છીએ.
તૈયારી કરતી વખતે મત ભટકે છે
સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય કે, ફામાં, મેડિક્લ કે ઈજનેરીની પરીક્ષા હોય, તૈયારી કરનાર વિધાર્થીઓનું એક યા બીજા કારણસર મન ભટકે છે, તેઓ ફરિયાદ કરે છે કે, તેમનું મન નથી લાગતું. યાદ નથી રહેતું એક્નગ્નતા નથી રહેતી વગેરે. આ તમામ ફરિયાર્દાના નિવારણ માટે અધિકારી દિવ્યા મિત્તલની ટીપ સાચવી રાખવા જેવી છે.
મોબાઈલનો ઉપયોગ ઓછો કરવા આ ઉપાય કરો
છેલ્લા અઠવાડિયામાં તમે કયા એપ પર કેટલો સમય કાઢ્યો તે ચેક કરો. ઘણીવાર તો તમને ખબર પણ નથી હોતી કે તમે કેટલો સમય બરબાદ કર્યો છે.
મોબાઈલને તમારાથી દૂર રાખો
તમે વાચતા હોવ ત્યારે ફોનનું ઈન્ટરનેટ બંધ કરીને તેને તમારાથી દૂર રાખો. તેને બંધ કરીને માતા-પિતા કે મિત્રને પણ આપી શકાય. તમે વાતા હોવ ત્યારે આસમાન તૂટી નથી જ પડતું અને જરુરી સદેશ હશે જ તો તમને કોઈપણ રીતે મળી જ જશે.
ટેક્નિકલ ઉકેલ : 1કલાક ઈન્ટરનેટ બંધ કરીને તમે એવા અનેક એપ ઉપયોગમાં લઈ શકો છો, જે નિર્ધારીત સમય માટે ફોનના ઉપયોગને પ્રતિબંધિત કરી શકે.
દિવ્યા મિત્તલ કહે છે કે, રોજ કમ સે કમ ૬મોટા અવાજે એલાર્મ સેટ કરીને તમારાથી દૂર રાખો થાય છે એવું કે, એલાર્મ નજીક હોય તો, તમે તેને વારંવાર બંધ કરીને વાંચવાનું માંડવાળ કરી ફરીથી સુઈ જશો. આજકાલ સવારે અભ્યાસ કરવો સલાહભર્યો છે. કેમ કે, તેનાથી એકાગ્રતા વધે છે.
ફોકસ વધારવા માટે
અભ્યાસ માટે દોઢ થી બે કલાક સુધીના ખુબ એકાગ્ર અભ્યાસના સેશન બનાવો અને દરેક સેશન પછી ૧૫ મિનિટનો બ્રેક રાખો. તમે એક વખતમાં તેનાથી વધારે સમય ફોક્સ નહીં કરી શકો દરેક રોશનને માપી રાખો અને એલાર્મ ન વાગે ત્યા સુધી વાચના અને અભ્યાસ સિવાય બીજું કશું જ ન કરો.
દિવસની શરૂઆતમાં અભ્યાસ કરો
ત્રાટક ધ્યાનનો અભ્યાસ કરો : આ ટેક્નીક એકાગ્રતા વધારવા માટે અસરકારક મનાય છે. તેના માટે તમારી આંખોને કોઈ વસ્તુ પર કેન્દ્રિત કરો. આ કોઈ મિણબતી, પેન્સિલ કે દિવાલ પરનો કોઈ ધબ્બો પણ હોઈ શકે છે.
બાઈતોરલ બીટ્સ : ૪૦ હર્ટઝના ધ્વની કંપનો ધરાવતા અવાજના આ બાઈનોરલ બિટ્સ સાભળવાથી એકાગ્રતા વધારવામાં મદદ મળે છે. તેનાથી એકાગ્રતા વધે છે અને ધ્યાનમગ્નતા આવવાના સમયમાં લાગતો સમય ઘટે છે. તેને યુ-ટ્યુબ પરથી મેળવી શકાય છે.
વ્યાયામ અને આઉટડોર : ઘર બહાર જઈને વ્યાયામ કરો અને કમ સે કમ ૨૦ મિનિટ સુધી લટાર મારો પ્રકૃતિની નજીક જાવ કે કોઈ પાર્કમાં જઈને સહેલ કરો કે બેસો. ૫-૧૦ મિનિટ માટે પણ ભલે હોય, થોડો કૂણો તડકો જરુર શેકો.
પોષણનું ધ્યાન રાખો : અભ્યાસ દરમિયાન આપણે પોષણનું ધ્યાન રાખવાનું ભૂલી જઈએ છીએ. સંતુલિત આહાર ફોકસ વધારવામાં મદદ કરે છે. સાથે જ નારતો કરવાની જરુરત પણ ઓછી થઈ જાય છે.
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.