YOJNAO

અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે સરકારની યોજનાઓનું વર્ણન કરો


આઝાદી મળ્યા પછી અનુસૂચિત જાતિના સર્વાંગી વિકાસ માટે સરકારે અનેક યોજનાઓનું આયોજન કર્યું છે. ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ, ગાંધીનગર દ્વારા અનુસૂચિત જાતિઓના વિકાસ માટે નીચે પ્રમાણેના પ્રયત્નો કરવામાં આવ્યા છે :

(i)
શૈક્ષણિક વિકાસની યોજનાઓ :

અનુસૂચિત જાતિઓના સર્વાગી વિકાસ માટે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી શૈક્સણિક વિકાસની યોજનાઓ નીચે પ્રમાણે છે :

1.
પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓને દર વર્ષે રૂ. 150ની મર્યાદામાં બે જોડી યુનિફૉર્મ માટે સહાય આઅપવામાં આવે છે.

2.
ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિઓના ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને 'સરસ્વતિ સાધના સાઇકલ યોજના' હેઠળ વિનામૂલ્યે સાઇલક આપવામાં આવે છે.

3.
ધોરણ 1 થી 7 મા અભ્યાસ કરતા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થિઓ માટે 'શ્રી જુગતરામ દવે આશ્રમશાળા યોજના' હેઠળ સ્વૈચ્છિક સંગઠણો દ્વારા સહાયક અનુદાનથી આશ્રમશાળાઓ ચલાવવામાં આવે છે. રાજ્યમાં યોજના હેઠળ કુલ 89 આશ્રમશાળાઓ છે. આશ્રમશાળાઓમાં પ્રવેશ માટે વાલીની કોઈ આવકમર્યાદા રાઅખવામાં આવી નથી.

4.
અનુસૂચિત જાતિઓના ધોરણ 5 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓ માટે 'સૂબેદાર રામજી આંબેડ્કર છાત્રાલય યોજના' હેઠળ સ્વૈચ્છિક સંગઠણો દ્વારા સહાયક અનુદાનથી છાત્રાલયો ચલાવવામાં આવે છે. છાત્રાલયોમાં પ્રવેશ માટે વાલીની આવકમર્યાદા વાર્ષિક રૂ. 11,000 નક્કી કરવામાં આવી છે.

5.
અનુસુચિત જાતિઓના પ્રતિશાળી વિદ્યાર્થિઓને શિક્ષણના ક્ષેત્રે શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા પ્રોત્સાહન આપવા માટે 'બાબાસાહેબ ફડકે આદર્શ નિવાસી શાળા યોજના' ચલાવવામાં આવે છે. નિવાસી શાળાઓમાં પ્રવેશ માટે વાલીનિ કોઇ આવકમર્યાદા રાખવામાં આવી નથી.

6.
અસ્વચ્છ વ્યવસાયોમાં રોકાયેલાં અનુસૂચિત જાતિઓનાં માતાપિતાનાં બાળકોને ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

(7)
અનુસૂચિત જાતિઓમાં વાલ્મિકી, નાડિયા, હાડી, સેનવા, ગરોડા, બાગરક સાધુ, તુરી અને બાવા જેવી અતિ પછાત જાતિઓનાં ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતાં બાળકને આવકની કોઇ મર્યાદા વિના શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

(8)
ધોરન 10 ની બોર્ડ્ની પરીક્ષામાં પહેલા પાંચમાં ક્રમમાં આવનાર અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાના તમામ પ્રવાહમાં પ્રથમ ત્રણ ક્રમમાં આવનાર અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થિઓને પ્રોત્સાહક ઇનામો આપવામાઅં આવે છે.

(9)
કૉલેજ સ્તરના અભ્યાસક્રમોમાં અભ્ય્યાસ કરતા અને સંલગ્ન છાત્રાલય કે માન્ય કૉલેજના છાત્રાલયમાં નિવાસ કરતા અનુસુચિત જાતિઓના વિદ્યાર્થિઓને માસિક રૂ. 350લેખે ભોજનબિલ સહાય આપવામાં આવે છે.

(10)
અનુસુચિત જાતિઓના વિદેશમાં અનુસ્નાતક કક્ષાનો અભ્યાસ કરવાની ઇચ્છતા ધરાવતા વિદ્યાર્થીઓને રૂપિયા ચાર લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના વ્યાજના દરે આપવામાં આવે છે. લોન અભ્યાસ પૂર્ણ થયા બાદ માસ પછી દસ વર્ષના સમયગાળામાં પરત ચૂકવવાની હોય છે

(11)
ભારત તથા વિદેશમાં વ્યવસાયી પાઇલોટની તાલીમ લેવાની ઇચ્છા ધરાવતા અનુસુચિત જાતિઓમા વિદ્યાર્થિઓને રૂપિયા ચાર લાખ સુધીની લોન વાર્ષિક 4 ટકાના વ્યાજના દરે આપવામાં આવે છે. યોજના હેઠળ આવકની કોઇ મર્યાદા રાખવામાં આવી નથી.

(ii)
આર્થિક વિકાસની યોજનાઓ :

અનુસૂચિત જાતિઓના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે અમલમાં મૂકેલી આર્થિક વિકાસની યોજનાઓ નીચે પ્રમાણે છે :

1.
અનુસુચિત જાતિઓની મહિલાઓને સિલાઇની તાલીમ આપવા માટે રાજ્ય સરકાર સીવાન કેન્દ્રો ચલાવે છે. તાલીમ બાદ સીવણ મશીન ખરીદવા રૂ. 1500 ની આર્થિક સહાય આપવામાં આવે છે.

2.
અનુસૂચિત જાતિના ગરો બ્રાહ્મણ સમાજના લોકોને તેમના પરંપરાગત કર્મકાંડના વ્યવસાયમાંથી રોજગારી મેળવવા 'સ્વામી તેજાનંદ કર્મકાંડ પ્રશિક્ષણ યોજના' હેઠળ શિક્ષણ આપવામાં આવે છે.

3.
અનુસુચિત જાતિના ખેડુતોને ખેતીની જમીન ખરીદવા માટે એકરદીઠ ખરીદ કિંમતના 40 ટકા અથવા રૂ. 10,000 બેમાંથિ જે ઓછુ હોય તેટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે. સહાય વધુમાં રૂ. 20,000 સુધીની હોય છે.

4.
લઘુસ્તરીય વ્યવસાયો સાથે જોદાયેલી અનુસૂચિત જાતિઓની વ્યક્તિઓને દુકાન ખરીદવા માટે વાર્ષિક 4 ટકાના દરે રૂ. 60,000 ની લોન અને રૂ. 15,000 સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે.

5.
અનુસુચિત જાઅતિઓના કાયદાના સ્નાતકોને સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા વાર્ષિક 4 ટકાના દરે લોન અને આર્થિક સહાય આપવામાં આવે છે.

(iii)
વિકાસની અન્ય યોજનાઓ :

 1. હિન્દુ અને અનુસુચિત જાતિઓ વચ્ચેના આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવા .. 1990 પછી 'ડૉ. સવિતાબહેન આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના ' હેઠળ કુલ 1153 દંપતિને રૂ. 50,000ની આર્થિક સહાય આપવામાં આવી છે.

2.
અનુસુચિત જાતિઓની કન્યાઓના લગ્નપ્રસંગે તેમનાં માતાપિતા કે વાલીને મામેરા પેટે 'કુંવરબાઇનું મામેરું યોજના' હેઠળ રૂ. 2000 ની રોકડ સહાય તથા રૂ. 3000 ની કિંમતના કિસાન વિકાસ પત્ર ભેટ સ્વરૂપે આપવામાં આવે છે.

3.
અનુસૂચિત જાતિઓની વ્યક્તિને ઘર બાંધવા માટે 'ડૉ. આંબેડકર આવાસ યોજના' હેઠળ રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. યોજનામાં ગરીબીરેખા નીચે જીવતી વ્યક્તિને પ્રાથમિકતા આપવામાં આવે છે.

4.
લગ્નપ્રસંગે કરવામાં આવતા નિરર્થક ખર્ચને રોકવા અને કુટુંબનો આર્થિક વિકાસ કરવાના હેતુથી અનુસૂચિત જાતિઓ માટે 'માઇ રમાબાઇ આંબેડકર સ્સાતફેરા સમૂહલગ્ન યોજના' અમલમાં મૂકવામાં આવી છે

5.
નગરપાલિકા અને મહાનગરપાલિકાના સફાઇકામદાર, શૌચાલય સફાઇકામદાર અને અન્ય સફાઇકામદાર લોકો માટે સમૂહ વીમા યોજના હેઠળ 'ભારતીય જીવન વીમા નિગમ' દ્વારા વીમાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

6.
ગરીબી રેખા નીચે જીવતા અનુસૂચિત જાતિઓના પરિવારના સભ્યોના મુજબ પ્રસંગે અંત્યેષ્ટિની ક્રિયા માટે 'સત્યવાદી રાજા હરિશ્વદ્ર જાવાગોત્તર સહાય યોજના' હેઠળ રૂ. 1000 ની આર્થિક સહાય આપવામાં આવી છે. સહાય માટે રૂ. 15,000 ની વાર્ષિક આવકની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

7.
અનુસૂચિત જાતિઓના સામાજિક બહિષ્કાર અને હિજરત જેવી માનવસર્જિત આફતો વખતે પરિવારના કમાઅતા તેમજ કમાતા સભ્યોને વધુમાં વધુ માસ સુધી દૈનિક રૂ. 15 ના દરે આર્થિક સહાય આપવામાં આવે છે. અત્યાચાર સંબંધી ન્યાયી તપાસ વખતે થતા વિવિધ પ્રકારાના ખર્ચ પેટે દૈનિક રૂ. 100 ચુકવવામાં આવે છે

 

No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.