Sep 8, 2021

શિક્ષક દિવસ

 

વર્ષ 1962થી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એમણે પોતાના વિદ્યાર્થીઓ સમક્ષ જન્મદિવસને શિક્ષક દિવસ તરીકે ઉજવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.

આજે આ મહાન વ્યક્તિત્વના જન્મદિવસે જાણીએ શિક્ષક દિવસ સાથે જોડાયેલી 20 વાતો
1. વર્ષ 1962માં દેશના રાષ્ટ્રપતિ બનનારા ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન સમગ્ર દુનિયામાં એક મહાન શિક્ષણવિદ અને શિક્ષક તરીકે ઓળખાય છે.
2. તેમનું માનવું હતું કે દેશમાં સર્વશ્રેષ્ઠ બુદ્ધિ ધરાવતા લોકોએ જ શિક્ષક બનવુ જોઈએ.
3. ડૉક્ટર રાધાકૃષ્ણનના પિતા એમના અંગ્રેજી ભણવા કે સ્કૂલે જવાની વિરોધમાં હતા. તેઓ પોતાના દીકરાને પૂજારી બનાવવા માગતા હતા.
4. ડૉક્ટર રાધાકૃષ્ણન અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતા અને તેમણે મોટાભાગનું શિક્ષણ સ્કોલરશિપના આધારે જ પૂર્ણ કર્યું હતુ.
5. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન વિદ્યાર્થીઓમાં એટલા પ્રિય હતા કે જ્યારે તેઓ કલકત્તા જવા નીકળ્યા ત્યારે એમને મૈસૂર યુનિવર્સિટીથી રેલવે સ્ટેશન સુધી ફૂલોની બગીમાં લઇ જવામાં આવ્યાં હતા.
6. જાણીતા પ્રોફેસર એચ.એન.સ્પેલડિંગ ડૉક્ટર રાધાકૃષ્ણનના લેક્ચરથી એટલા પ્રભાવિત થયા કે એમણે લંડન યુનિવર્સિટીમાં એમના માટે ખાસ ચેર સ્થાપિત કરવાનો નિર્ણય લઈ લીધો.
7. શિક્ષણક્ષેત્રે ડૉક્ટર રાધાકૃષ્ણનના અભૂતપૂર્વ યોગદાન બદલ 1931માં એમને બ્રિટિશ સરકારે નાઈટનું સન્માન આપ્યું.
8. વર્ષ 2015-16 સુધીમાં દેશમાં કુલ શિક્ષકોની સંખ્યા 42,74,206 છે. જેમાં રાજ્ય સરકાર અને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નિયુક્ત થયેલા શિક્ષકોનો પણ સમાવેશ થાય છે.
9. ભારતમાં પ્રાથમિક મહિલા શિક્ષકોની ભાગીદારી 2014 સુધી 49.99 ટકા હતી. જ્યારે માધ્યમિક શિક્ષણમાં આ ભાગીદારી 43.21 ટકા હતી.
10. દુનિયામાં સૌથી વધારે સ્ત્રી શિક્ષકો રશિયામાં છે. વર્ષ 2014માં ત્યાં 98.81 ટકા પ્રાથમિકમાં મહિલા શિક્ષિકાઓ હતી. એ પછીના ક્રમે બ્રાઝિલ (89.64%) આવે છે. 
11. દુનિયાના 100થી વધુ દેશોમાં જુદી-જુદી તારીખે શિક્ષક દિવસ ઉજવવામાં આવે છે. જો કે વિશ્વ શિક્ષક દિવસ 5 ઑક્ટોબરે મનાવવામાં આવે છે.
12. યુનેસ્કોએ વર્ષ 1994માં શિક્ષકોના કામને બિરદાવવા માટે 5 ઑક્ટોબરને વિશ્વ શિક્ષક દિવસ તરીકે ઉજવવાની માન્યતા આપી હતી.
13. અમેરિકામાં વર્ષ 1944માં મૈટે વાયટે વુડવિજે આની સૌ પ્રથમ વકીલાત કરી. એ પછી વર્ષ 1953માં કોંગ્રેસે માન્યતા આપી અને વર્ષ 1980માં 7 માર્ચને રાષ્ટ્રીય શિક્ષક દિવસ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો પરંતુ પછીથી મે મહિનાના પહેલા મંગળવારે આનું આયોજન કરવામાં આવ્યું.
14. સિંગાપુરમાં સપ્ટેમ્બરના પહેલા શુક્રવારે શિક્ષકદિન ઉજવાય છે. જ્યારે અફઘાનિસ્તાનમાં 5 ઑક્ટોબરે જ આ દિવસ મનાવવામાં આવે છે.
15. હેરી પૉટરના લેખિકા પહેલા જે.કે. રોલિંલ પોર્ટુગલમાં બાળકોને ભણાવતાં હતાં.
16. યૂનેસ્કોનું કહેવું છે કે વર્ષ 2030 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણનું લક્ષ્ય પૂર્ણ કરવા માટે 6.9 કરોડ શિક્ષકોનું જરૂર પડશે.
17. સાવિત્રીબાઈ જ્યોતિરાવ ફૂલે દેશના પ્રથમ મહિલા શિક્ષિકા તરીકે ઓળખાય છે. એમણે છોકરીઓના શિક્ષણમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.
18. દેશમાં વર્ષ 2015-16 સુધીમાં દર 23 પ્રાથમિક, 37 ઉચ્ચ માધ્યમિક અને 24 ઉચ્ચ શિક્ષણ મેળવી રહેલા વિદ્યાર્થીઓ માટે એક-એક શિક્ષક ઉપલબ્ધ છે. 
19. માનવ સંસાધન વિકાસ મંત્રાલય મુજબ વર્ષ 2015-16માં દેશમાં 26,06,120 પ્રાથમિક શિક્ષકો હતા.
20. દેશમાં વર્ષ 1951માં 5,38,000 પ્રાથમિક શિક્ષકો હતાં, જેમાં 4,56,000 પુરુષ શિક્ષક અને 82,000 મહિલા શિક્ષકો હતા.

From Gujrat Samachar.com

No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.