યુનેસ્કોએ 5મી ઓક્ટો. 1994થી 'શિક્ષક દિન' ઉજવવાનું નિશ્ચિત કર્યું છે, ભારતમાં તે 5મી સપ્ટેમ્બરે શા માટે ઉજવાય છે ?
અમદાવાદ : યુનેસ્કોએ 1994માં 5મી ઓક્ટોબરના દિવસને 'શિક્ષક દિન' તરીકે ઉજવવાનો નિર્ણય લીધો છે. પરંતુ, ભારતમાં સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિન 5મી સપ્ટેમ્બરના દિવસને શિક્ષક દિન તરીકે, ઉજવવાનો નિર્ણય લીધો છે. તેઓનો જન્મ 1888ના પાંચમી સપ્ટેમ્બરે થયો હતો. તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પછીથી રાષ્ટ્રપતિ પદે પણ હતા.
શિક્ષક દિન એવો દિવસ છે કે, જે નવી પેઢીને માટે જ્ઞાાનનાં દ્વાર ખોલી આપનાર અને જ્ઞાાન આપનારાઓનું સન્માન કરવામાં આવે છે. હવે, જુદા જુદા દેશોમાં તે દિવસ, કઇ તારીખે, ઊજવવામાં આવે છે તે જોઇએ. મોટા ભાગના દેશોમાં તો તે દિવસે શાળાઓમાં રજા પણ હોય છે.
10 ડિસેમ્બર 1945ના દિને, ચીલીના મહાન કવિ ગબ્રિઆલા મિસ્ટ્રાલને સાહિત્ય માટેનું નોબેલ પ્રાઇઝ અપાયું. તેથી તે દિવસને ચીલીમાં શિક્ષક દિન તરીકે, ઉજવવાનો નિર્ણય લેવાયો. પરંતુ પછીથી 16મી ઓક્ટોબર 1977ના દિને રીચર્સ કોલેજની સ્થાપના કરાઈ. તેથી, તે દિવસ, 'રિચર્સ-ડે' તરીકે ઉજવવામાં આવે છે.
પાકિસ્તાન, રૂસ, માલદીવ, કુવૈત, મોરેશિયસ, કતાર અને બ્રિટન વગેરે પણ તે દિવસને ટીચર્સ-ડે તરીકે ઉજવે છે. ચીન 10મી સપ્ટેમ્બરે ટીચર્સ ડે ઉજવે છે. 15 ઓક્ટોબર 1827ના દિને, બ્રાઝિલમાં પ્રેડો-1st દ્વારા પ્રાથમિક શાળાઓ સ્થાપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે, સાઉ પાવલોમાં એક નાની સ્કૂલના કેટલાક શિક્ષકોએ 15 ઓક્ટો. 1947થી પ્રેડોની સ્મૃતિમાં શિક્ષક-દિન ઉજવવાનું નક્કી કર્યું હતું.
From: Gujrat Samachar.com Thank you gujrat samachar
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.