Mar 23, 2023

ફાઈનલ એક્ઝામ!

 એન્જોય યોર ફાઈનલ એક્ઝામ!

 - અધ્યયન-હિરેન દવે

- કોઈ પરીક્ષા અંતિમ પરીક્ષા નથી. જો તેમાં નિષ્ફળતા મળે તો પણ તેનાથી ગભરાવવાની જરૂર નથી. જીવનમાં આગળ પણ કૈક સારું થઈ શકે છે

ફા ઈનલ પરીક્ષા લાઈફનો એક ટર્નીંગ પોઈન્ટ હોય છે. પરીક્ષાના દિવસને બેસ્ટ ઓર્ગેનાઈઝ કરી સ્કોર -એક્સ સુધી કેવી રીતે બુસ્ટ કરી શકાય તેની ટિપ્સ પર આજે ચર્ચા કરીશું !

. ૫રીક્ષાના આગલી રાત્રે થી કલાકની ઊંઘ પૂર્ણ કરો. મોટાભાગે વિદ્યાર્થીઓ પરીક્ષાના છેલ્લા દિવસે ખૂબ ટેંશન અનુભવે છે. અને પુનરાવર્તન માટે આખીરાત જાયતા હોય છે. આગલી રાત 'કતલની રાત' કહેવાય છે ! પણ રીત સદંતર ખોટી છે. તમે આખું ીવર્ષ પરીક્ષાની તૈયારી માટે જે પણ યત્ન કરો પણ પરીક્ષાના આગલા દિવસે ઊંઘ પુરતી લેવાથી મગજ ફ્રેશ રહે છે. લાંબા અભ્યાસમાં જેકૈ વાંચ્યું હોય તેને સારી રીતે યાદ કરી પરીક્ષામાં માર્ક વધી જાય છે. જે વિદ્યાર્થીઓ છેલ્લા દિવસે ઉજાગરો વેઠે છે તેમને ઘણી વિગતો યોગ્ય રીતે યાદ આવતા મહેનત પર પાણી ફરી જાય છે. છેલ્લા ૧૫ દિવસમાં વેલઓર્ગેનાઈઝડ રિવિઝન કરવામાં આવે તો છેલ્લા દિવસે વાંધો આવતો નથી.

. પરીક્ષા કેંદ્ર પર એક કલાક વહેલા પહોચો અને પરીક્ષાના છેલ્લા અડધા કલાકમાં વાંચવાનું ટાળો. મનને રિલેક્સ કરો. મ્યુઝિક સાંભળો. પણ અજાણ્યા પ્રતિસ્પર્ધીઓ સાથે ચર્ચામાં પડો. મનોવિજ્ઞાન દ્વારા પૂરવાર થયેલ છે કે કોઈપણ માણસનું મન એક વિષય પર ૪૫ મિનિટ કરતા વધુ ધ્યાન આપી શકતું નથી. જ્યારે પરીક્ષામાં એક વિષય પર સતત ત્રણ કલાક સુધી ફોક્સ કરવાનું હોય છે. આથી જો પહેલા રિલેક્સ થવામા આવે તો પરીક્ષા સમયે  ઝડપી યાદ આવે છેરિકોલ વધે છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં અનેક લોકો પરીક્ષાકેંદ્ર પર મળે છે તથા તેઓ એકબીજાને કટટર પ્રતિસ્પર્ધી તરીકે જોતા હોય છે. ત્યારે  ઘણીવખત તેમની સાથે ચર્ચા કરતા ખોટી અફવા ફેલાવતા હોય છે. અને એકબીજાના આત્મવિશ્વાસને તોડી કાઢવાનો પ્રયત્ન કરે છે. જેનાથી સરવાળે આપણને નુકશાન થાય છે.

. પરીક્ષાઓને લગતી અફવાઓને દૂર રહો. મોબાઈલ અને સોશિયલ મિડિયાનો વિવેકપૂર્ણે ઉપયોગ કરો. આપણા ત્યા પરીક્ષા નજીક આવે ત્યારે સોશીયલ મિડિયા પર અને અનેક  ટિખળખોર તત્વો પેપર ફૂટી ગયુ છે. વગેરે પાયાવિહોણી અફવાઓ મુકે છે. અને અનેક બ્રિલિયંટ વિદ્યાર્થીઓ આવી વાતોને સિરિયસલી લઈને પરીક્ષા નજીકનો ગોલ્ડન સમય નાહકનો વેડફે છે. અને બીજા સ્પર્ધામા આગળ નીકળી જાય છે. ઉપરાંત પરીક્ષાને સમયે ડિપ્રેશન અને હતાશાપૂર્ણ વિચારોથી દૂર રહો. જીવનમાં કોઈ પરીક્ષા અંતિમ પરીક્ષા નથી. જો તેમાં નિષ્ફળતા મળે તો પણ તેનાથી ગભરાવવાની જરૂર નથી. જીવનમાં આગળ પણ કૈક સારું થઈ શકે છે. હંમેશા આશાવાદી બનો. એંજોય યોર એક્ઝામ. ગીવ યોર લેવલ બેસ્ટ !

. કોઈ પેપર સારું જાય તો તેનાથી બહુ હતાશ થાઓ. બને તો બધા વિષયની પરીક્ષા પતે નહી ત્યાં સુધી પતી ગયેલ પરીક્ષાનું પેપર સોલ્વ ના કરો. જો પરીક્ષા સારી પણ જાય કે ફેઈલ થવાય તો પણ કોઈ અંતિમવાદી વિચારોથી દૂર રહો. કોઈ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી. હવે જે નેક્સ્ટ પરીક્ષા છે તેના પર ફોકસ કરો.

. મોસ્ટ આઈ.એમ.પી. ટિપ :- પરીક્ષા પહેલા ગળ્યુ મોઢું કરો. ચૉકલેટ અથવા મીઠાઈ ખાઓ. સલાહ ઘણાને હાસ્યાસ્પદ લાગે પણ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ રહેલું છે ચૉકલેટ મીઠાઈ ખાવાથી લોહિમા શુગર લેવલ વધે છે. વૈજ્ઞાનિક અભ્યાસથી પૂરવાર થયેલ છે કે શરીરમાં કેલેરીનાં ૨૦% જેટલી કેલેરીનો ઉપયોગ મગજ કરે છે. આથી મગજને નવી ઉર્જા મળતા તાજગી અને સ્કૂર્તિનો અનુભવ થાય છે. તથા રિકોલરેટ વધે છે. વળી ચૉકલેટ તણાવમુક્તિ (સ્ટ્રેસરિલિવર) તત્વો પણ રહેલા છે. આમ નાની ગણાતી પધ્ધતિથી પરીક્ષામાં મોટો ફાયદો થાય છે.


https://www.gujaratsamachar.com/news/shatdal/shatdal-magazine-hiren-dave-adhyan-22-march-2023

No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.