સમયનો સદ્ઉપયોગ કરો સતત નવીન શીખતા રહો
સફળતાની ચાવી : કોઈક વિઝન સાથે આગળ વધો
- પ્રસંગપટ
- પૈસાને ઈન્વેસ્ટ કરો, વેસ્ટ ના કરો નેગેટીવ લોકોથી દૂર રહો, પ્લાનીંગ કરો
દરેક વ્યક્તિનું બાળપણ એક જેવું જ હોય છે એવું આપણને લાગે છે. બાળક બાળપણમાં અનેક રમતો રમતો હોય છે, રમતાં રમતાં તે પડી જાય છે. શાળાએ જઈને વિદ્યાભ્યાસ કરે છે. આમ કરતાં કરતાં તે યુવાન બને છે.
આવો, આજે કાંઈક આપણા જીવનને નવીન રીતે થોડું અપડેટ કરીએ, કાંઈક નવું શીખીએ.
(૧) સમયનો સદ્ઉપયોગ :-
સમયનો એક માત્ર ગુણ છે કે, તે હંમેશા નિર્ધારિત રીતે પસાર થયા જ કરે છે. આપણે પણ સમયની સાથે રહેવું પડે, કારણ કે સમયથી પાછળ રહી જઈએ તો આપણી ધ્યેય પ્રાપ્તિમાં પણ એટલું જ મોડું થાય.
જેઓ મહત્વપૂર્ણ કામ કરવાની સાથે, સમયની સાથે ચાલે છે તેઓ ધ્યેયને પામે છે અને જેઓ માત્ર સૂઈ રહે છે કે, સમય વેડફે છે તેઓ પસ્તાય છે.
(૨) ફાલતું કામ બંધ કરો :-
જો આપણી પાસે એવો સરસ આઈડીયા છે કે, જો એકાગ્રતાથી એના પર કામ કરવામાં આવે તો સફળ બિઝનેશ સ્થાપી શકાય તેમ છે. તો કોઈ પણ જાતના ડિસ્ટ્રેકસન (ખલેલ) વગર ફકત તમારા મહત્વના કામ પર ફોક્સ કરો.
જે તમારું ધ્યાન ભટકાવે, સમય વેડફાવે એવા ફાલતુ કામો બંધ કરો. જેમકે ભણતી કે કામ કરતી વખતે મોબાઈલ નોટીફીકેશન મ્યુટ કરી દો વગેરે.
(૩) પૈસાને ઈન્વેસ્ટ કરો,
વેસ્ટ નહીં :-
ઘણીવાર માણસ બજારમાં જાય છે. ત્યાં સેલ જોવે છે અને સસ્તી વસ્તુઓ જોઈને લઈ આવે છે. જેનો ઘણીવાર ઘરમાં કોઈ ઉપયોગ હોતો જ નથી. ઘણીવાર માણસો ફક્ત દેખાદેખીમાં મોંઘી બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદીને આવે છે. જો વિચાર કરવામાં આવે તો નજીવા ખર્ચમાં પણ તે ઉપલબ્ધ થઈ શકે તેમ છે.
પૈસાને બચાવી તેને ઈન્વેસ્ટ કરતાં શીખવું જોઈએ. અને જે ઈન્વેસ્ટમેન્ટથી ફાયદો થાય એ ફાયદાના પૈસામાંથી ખર્ચ કરવો જોઈએ. પરંતુ ફાલતું ખર્ચ ન કરવા જોઈએ એમાં જ આપણી ભલાઈ છે.
(૪) નેગેટીવ લોકોથી દૂર રહો, પોઝિટીવ લોકો સાથે રહો :-
''જેવી સંગત એવી રંગત'' આપણે જેમની સાથે ઉઠીએ બેસીએ તેની સાથે આપણા વિચારો પણ એમનાથી પ્રભાવિત હોય.
જો આપણે નેગેટીવ લોકોની સાથે બેસીએ. જેમને આખા દેશમાં ખોટ જ દેખાય છે. જે બધાને કોસ્યાં જ કરે છે. તો એમની સાથે બેસવાથી આપણું મગજ પણ ખરાબ થશે. જો આપણે પોઝિટીવ લોકોની સાથે બેસીએ તો આપણે ખુલ્લા મને વિચારીશું. પ્રફુલ્લિત રહીશું અને તેમની પાસેથી કંઈક નવું શીખીશું.
(૫) પ્લાનીંગ કરતા શીખો અને નોંધ કરતા જાઓ :-
આપણી લાઈફને બેટર કઈ રીતે બનાવવી એ માટેનું પ્લાનીંગ કરો અને પ્લાનીંગના સ્ટેપ્સને ક્યાંક ડાયરી કે નોટીસ બોર્ડ પર નોંધ કરો. કારણ કે લખવાથી કલેરીટી મળે છે.
આજથી ૫ વર્ષ પછી આપણે આપણી જાતને કયા સ્થાને જોઈએ છીએ અને ત્યાં સુધી પહોંચવા શું કરીશું તે નોટ કરો.
જો તમારામાં કોઈ ખોટ છે તેને તમે દૂર કરવા માંગો છો તો એક પછી એક ખોટ લખો અને ધીમે ધીમે એ ખોટને જીવનમાંથી દૂર કરતા જાઓ.
(૬) સ્વસ્થ રહો :-
''પહેલુ સુખ તે જાતે નર્યા'' સ્વાસ્થ્યને ફર્સ્ટ પ્રાયોરીટી આપો. કમ ખાઓ, જ્યાદા પચાવો - એટલે કે જરૂરત પૂરતું ભોજન કરો અને રોજ એક કલાક વ્યાયામ કરો.
કસરત કરવાથી સ્વાસ્થ્ય અને સુંદરતા બંને વધશે.
સ્વાસ્થ્ય બગાડે તેવી કુટેવો દારૂ, બીડી, સીગારેટ છોડો ફક્ત કામિયાબી હાંસિલ કરવાનો એક માત્ર નશો રાખો.
(૭) જિમ્મેદાર નાગરિક બનો :-
આપણી સાચી સફળતા ત્યારે છે કે, જ્યારે આપણે સમાજ માટે કાંઈક કરી શકીએ. બીજાના દુ:ખ દૂર કરવા, ભૂખ્યા ને પેટ ભરાય, બીજાના ચહેરા પર ખુશી આવે તેવા પ્રયત્નો કરવા.
આપણી નૈતિક ફરજ બજાવવી - કચરો કચરાપેટીમાં નાંખો, ગંદકી ન ફેલાવો, ટ્રાફિક નિયમનો પાલન કરો. વગેરે...
આમ, આપણે જો જીવનમાં સફળતાના શિખરે પહોંચવું છે, જીવનમાં કાંઈક હાંસલ કરવું છે, તો આપણે આ મહત્વના સૂચનોને જીવનમાં ચરિતાર્થ કરવા પ્રયત્ન કરીએ.
From: https://www.gujaratsamachar.com/news/prasangpat/gujarat-samachar-prasangpat-30-november-2022
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.