પરીક્ષાનુ ટેન્શન તમારી રીતે દૂર થઇ શકે...
કોરોના મહામારી આવ્યાના બે વર્ષ બાદ શાળા-કોલેજના વિદ્યાર્થીઓ હવે ઓફલાઇન પરીક્ષાઓ આપવા જઇ રહ્યા છે. ટૂંક સમયમાં ધોરણ-10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ શરૂ થશે. આ વખતે માત્ર વિદ્યાર્થીઓની જ નહીં પણ વાલીઓની પણ પરીક્ષા લેવાશે કારણે કોરોના મહામારીના લીધે વિદ્યાર્થીઓના અભ્યાસની સાથે તેમની શારીરિક અને માનસિક તંદુરસ્તી ઉપર પણ અસર થઇ છે.
વિદ્યાર્થીઓ પરીક્ષાનો કોઇ પણ પ્રકારનો ડર રાખ્યા વગર પ્રશ્નોના સાચા જવાબ લખે તે સૌથી મહત્વપૂર્ણ બાબત છે. અહીં તમને કેટલીક ટિપ્સ આપવામાં આવી છે જે વિદ્યાર્થીઓને પરીક્ષાનો તણાવ અને ડર દૂર કરવામાં મદદરૂપ બનશે. ચાલો જાણીયે...
1. શ્વાસોશ્વાસની કસરત : આરામથી બેસો અથવા આસન ઉપર સૂઈ જાઓ. નાકમાંથી શ્વાસ લો અને 5 કાઉન્ટ સુધી પેટને ફુલાવો, ત્રણ કાઉન્ટ સુધી તેને રોકી રાખો, હવે શક્ય હોય તેટલો ધીમે ધીમે મોંમાંથી શ્વાસ છોડો.
ફાયદા : એકાગ્રતામાં સુધારો થાય છે
સમય : 3 થી 5 મિનિટ
2. ચાલવુ : કુદરતી વાતાવરણમાં વહેલી સવારે ચાલો.
ફાયદા : ધીમી ગતિએ ચાલવાથી અને તાજી હવામાં આરામથી શ્વાસ લેવાથી મગજ તેજ બને છે જેનાથી શીખવાનું સરળ કાર્ય બને છે
સમય : 21 મિનિટ
3. મેડિટેશન / ધ્યાન: રાત્રે ઉંઘતા પહેલા કોઇનું માર્ગદર્શન સાંભળો.
ફાયદા : મનને સીધી અસર થાય છે
અવધિ: 20 મિનિટ અથવા તેનાથી વધારે
4. વાતચીત કરો અને શેર કરો : મૂંઝવણોને દૂર કરવાની શ્રેષ્ઠ રીતો પૈકીની આ એક છે.
ફાયદા : મનનો અવાજ, ભાવનાત્મક, શારીરિક તંદુરસ્તી
સમય : અઠવાડિયામાં બે વાર અથવા જ્યારે પણ જરૂર હોય ત્યારે.
5. દૈનિક કાર્યક્રમ : દરરોજના અભ્યાસ માટે યોજના બનાવો. તેમાં દરેક કલાકની કામગીરી જેવી કે ઉંઘવાનો સમય, જાગવાનો સમય, ભોજન, વ્યાયામ, મનોરંજનનો સમય, અભ્યાસનો સમય (પ્રકરણના નામ અથવા વિષયો સાથે) અને થોડાક ખાલી સમય / ફ્રી ટાઇમનો સમાવેશ થવો જોઈએ.
કોરોના નામની સમસ્યાનો સામનો કરતા કરતા આપણને બે વર્ષ થઇ ગયા છે. તેણે સમગ્ર વિશ્વને એવી રીતે હચમચાવી નાખ્યું કે જાણે સમગ્ર દુનિયા થોડીકવાર માટે થંભી ગઇ હોય. શારીરિક તંદુરસ્તી, માનસિક આરોગ્ય, સામાજિક જીવન, નાણાંકીય સદ્ધરતા અને લાગણીઓ, આ તમામની કોઇને કોઇ રીતે પીડા સહન કરવી પડી છે. કેટલાક ધંધા-ઉદ્યોગ બંધ થઇ હતા અને કેટલાક વ્યવસાયો ઘરેથી શરૂ થયા હતા. શાળાઓ બંધ હતી, અને કેટલીક હજી પણ બંધ છે. વિદ્યાર્થીઓના મન પર એક અલગ પ્રકારની અસર થઇ છે. ભણતર ચાલુ હોવા છતાં વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા ન હતા. લગભગ 2 વર્ષથી વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા છીએ, જે તમામની માટે આ એક નવો કન્સેપ્ટ હતો. ઘણા વિદ્યાર્થીઓને પરીક્ષા વગર પાસ કરવામા આવ્યા હતા અને ભણવાની શક્તિ ઓફલાઇન જેટલી મજબૂત ન હતી. અને હવે બે વર્ષ બાદ ઘણા લોકો માટે પરીક્ષાઓ ઓફલાઈન યોજવામાં આવી રહી છે.
ઓનલાઈન અભ્યાસ, ઓનલાઈન વર્ગોમાં નિયમિતતા અને સમયની શિસસ્તાનો અભાવ, શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ, સામાજિક વાર્તાલાપનો અભાવ અને ઘરનું તણાવયુક્ત વાતાવરણ જેવા અનેક કારણોસર વિદ્યાર્થીઓ તણાવની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. એવા તમામ વિદ્યાર્થીઓ કે જેઓ તેમના અભ્યાસ અને પરીક્ષાઓ સંબંધિત મૂંઝવણોનો સામનો કરી રહ્યા છે, તેમના માટે અહીં કેટલીક ટીપ્સ છે:
જો તમે તમારા બાળક માટે સારા શિક્ષકની શોધ કરી રહ્યા છો તો, બાળક, માતા-પિતા અને ઘરના વાતાવરણમાં વાતચીત સહિત ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ પડશે. જો તંદુરસ્ત વાતાવરણ અને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે તો દરેક બાળકમાં જીવનના તમામ ક્ષેત્રોમાં વધુ સારી સિદ્ધિ હાંસલ કરવાની ક્ષમતા રહેલી હોય છે.
(લેખક મિતાલી કુણાલ પટેલ -હોલિસ્ટિક હીલર)
From Gujaratsamachar.com
https://www.gujaratsamachar.com/news/health/the-tension-of-the-exam-can-be-removed-in-your-own-way
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.