સાચા અર્થમાં
બુદ્ધિશાળી (ઈન્ટેલિજન્ટ)
કોને કહેવાય?
પાનના ગલ્લે આપણે હંમેશાં વાત કરતા હોઈએ છીએ કે ફલાણો માણસ ભણેલો છે, પરંતુ ગણેલો નથી. અથવા આપણે એવું કહીએ કે આ વ્યક્તિમાં ચોપડીયું જ્ઞાન ખૂબ છે, પરંતુ બુદ્ધિ જરાય નથી. મનોચિકિત્સાની પદ્ધતિઓ મુજબ બુદ્ધિશાળી કોને કહેવાય અને એના કરતાં પણ વધુ મહત્ત્વનો પ્રશ્ન છે કે બુદ્ધિ કોને કહેવી? શું જે વ્યક્તિ સૌથી વધુ યાદ રાખી શકે તેને બુદ્ધિશાળી કહેવી? આપણી એજ્યુકેશન સિસ્ટમ તો ચોક્કસ એવું જ માને છે કે જે વ્યક્તિમાં સહુથી વધુ યાદશક્તિ હોય એ જ સહુથી વધુ બુદ્ધિશાળી છે. આપણી પરીક્ષાની પદ્ધતિઓમાં સ્કીલ કરતાં મેમરી એટલે કે યાદશક્તિની પરીક્ષા પર ખૂબ વધુ ભાર આપવામાં આવે છે. આનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે સર્જરીની પરીક્ષામાં ડોક્ટર સર્જરી કરતા નથી, પરંતુ સર્જરી વિશે એટલું યાદ કરી શકે છે એ જાણી એને સર્ટિફિકેટ આપવામાં આવે છે. આને ખોટા અર્થમાં ન લેશો, યાદશક્તિ ચોક્કસ કોઈ પણ વ્યક્તિની બુદ્ધિની એક ખૂબ મહત્ત્વની કડી છે. પરંતુ યાદશક્તિ સિવાય પણ બુદ્ધિ એક ઘણી મોટી પરિભાષા છે.
કોઈપણ વસ્તુ
સમજી શકવી
એ ઈન્ટેલિજન્સનો
એક ખૂબ
મહત્ત્વનો ભાગ
છે. સમજી
શકવું અને
યાદ રાખી
શકવું ઉપરાંત
સૌથી મહત્ત્વનો
ભાગ કદાચ
એ છે
એ માહિતી
અને બીજી
બધી માહિતીઓ
જોડે કનેક્ટ
કરી અને
આપણે નવી
પેટર્ન કઈ
રીતે બનાવી
શકીએ છીએ.
આનું એક
સાદું ઉદાહરણ
માર્ક ઝકરબર્ગ
તરીકે લઈએ.
આપણને બધાને
ખ્યાલ છે
કે દરેક
વ્યક્તિને ગોસિપ
કરવી ગમે.
લોકોને એકબીજા
વિશે પંચાત
કરવી અને
ખાસ કરી
એમની પર્સનલ
લાઈફ વિશે
વાત કરવી
ખૂબ ગમે.
લોકો એકબીજા
પ્રત્યે આકર્ષિત
પણ થતા
હોય અને
એ જાણવાની
ઉત્સુકતા પણ
હોય કે
આ વ્યક્તિ
સિંગલ છે
કે નહીં.
આ બધી
માહિતી આપણા
બધાના મનમાં
છે. વળી,
વેબસાઈટ બનાવવી
અને કોડિંગ
કરવું પણ
આજના જમાનામાં
કરોડો લોકોને
આવડે છે.
કેટલાય એવા
લોકો છે
જે લોકો
કોડિંગ અને
વેબસાઈટ બનાવવી
પોતાનો વ્યવસાય
બનાવી ચલાવે
છે. પરંતુ
આ વ્યક્તિમાં
આ બધું
સમજી શકવાની
બુદ્ધિ હતી
અને આ
બધી પેટર્ન
ઓળખી એક
એવી વેબસાઈટ
બનાવવી કે
જેના થકી
લોકો આ
બધું જાણી
શકે, એના
વિશે વાતો
કરી શકે,
અને એવી
વેબસાઈટમાંથી કઈ
રીતે પૈસા
પેદા કરી
શકાય, એ
આવડત એટલે
બુદ્ધિ.
આ બધું
જાણ્યા બાદ
આપણને અહેસાસ
થશે કે
ઇન્ટેલિજન્સના ત્રણ
મુખ્ય પ્રકાર
હોય છે.
પહેલો માહિતીનું
ઇન્ટેલિજન્સ એટલે
કે કઈ
વ્યક્તિ સહુથી
વધુ માહિતી
યાદ કરી,
એમાં પેટર્ન
બનાવી અને
નવી માહિતી
બનાવી શકે
છે. પરંતુ
જેટલું મહત્ત્વનું
છે એટલાં
જ મહત્ત્વનાં
છે સામાજિક
અને લાગણીનું
ઇન્ટેલિજન્સ. આપણા
સમાજમાં ગૃહિણીઓમાં
લાગણીનું ઇન્ટેલિજન્સ
સૌથી વધુ
હોય છે.
મન: ઇન્ટેલિજન્સના
આ ત્રણ
પ્રકારમાંથી કયો
પ્રકાર સૌથી
વધુ નવો
અને રોચક
લાગ્યો? મને
જણાવો નીચેના
email id પર.
mananrthakrar@gmail.com
(લેખક સાઇકાયટ્રિસ્ટ
અને અચ્છા
સ્ટેન્ડઅપ કોમેડિયન
છે)
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.