9 હજાર વિદ્યાર્થીને બેટરી સંચાલિત ટુ-વ્હીલર
બજેટમાં સૌથી વધુ 34,884 કરોડ શિક્ષણ પાછળ વપરાશે, ત્રણ લાખ વિદ્યાર્થીઓને નમો ટેબલેટ આપવા 200 કરોડ ખર્ચાશે
ગાંધીનગર : ગુજરાતના શિક્ષણની સ્થિતિ સુધારવા આગામી વર્ષે સરકારે સૌથી વધુ 34884 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે. આ રકમ પૈકી મિશન સ્કૂલ ઓફ એક્સલેન્સ હેઠળ શિક્ષણ સુધારણા પાછળ 1188 કરોડ રૂપિયા ખર્ચાશે. શિક્ષણ વિભાગ માટે સરકારની યોજનાઓ આ પ્રમાણે છે.
* મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સણ યોજના હેઠળ રાજ્યની જુદી જુદી શાળાઓની માળખાકીય સગવડો તેમજ શિક્ષણની પદ્ધતિમાં સુધારાઓ માટે 1188 કરોડ.
* દૂધ સંજીવની યોજનાનો વ્યાપ વધારી જાંબુઘોડા અને મોરવા-હડફ તાલુકાનો સમાવેશ કરવામાં આવશે. અંદાજે 50 લાખ બાળકોને મધ્યાહ્ન ભોજન યોજના, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજનાનો લાભ આપવા માટે 1068 કરોડ.
* પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં 10 હજાર નવા ઓરડાઓના નિર્માણ માટે 937 કરોડ.
* રાઇટ ટુ એજયુકેશન એકટ અંતર્ગત રાજ્યમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે 629 કરોડ.
* 11 લાખ વિદ્યાર્થીઓને એસ.ટી.બસ ફ્રી પાસ કન્સેશન માટે 205 કરોડ.
* સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા 145 કરોડ.
* માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત 129 કરોડ.
* છેવાડાના તથા અંતરિયાળ વિસ્તારોમાં 245 ક્સ્તુરબા ગાંધી વિદ્યાલયમાં અભ્યાસ કરતી 27 હજાર જેટલી બાળાઓ માટે મફત રહેવા તથા ભોજનની વ્યવસ્થા માટે 122 કરોડ.
* ઘરથી શાળાનું અંતર એક કિલોમીટરથી વધુ હોય તેવા 2 લાખ 30 હજાર કરતાં વધુ પ્રાથમિક શાળાના બાળકોને શાળાએ લાવવા-લઇ જવા 108 કરોડ.
* 50 જ્ઞાાન શક્તિ રેસિડેન્શીજયલ સ્કૂલ્સ સામાજિક ભાગીદારીના ધોરણે શરૂ કરી 1 લાખ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે 90 કરોડ.
* શાળા બહારના બાળકોને શાળા સુધી લાવવાના પ્રયત્નો તેમજ આવા બાળકોને અભ્યાસ તેમજ અન્ય ખાસ પ્રકારની તાલીમ આપવા 87 કરોડ.
* વીજળીકરણ અને પીવાના પાણીની સુવિધાઓની ખૂટતી કડી પૂરી કરવા અને શાળાઓને સ્વચ્છતા સહાય માટે 81 કરોડ.
* ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની અંદાજે 10 લાખ વિદ્યાર્થીનીઓ તથા તમામ દિવ્યાંગ વિદ્યાર્થીઓની પરીક્ષા ફી માફી માટે 37 કરોડ.
* શાળાઓમાં અભ્યાસ કરતા દિવ્યાંગ બાળકો માટે થેરાપીની સગવડ વિકસાવવા તેમજ વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સાધન સહાય આપવા 21 કરોડ.
* પ્રાથમિક શાળાઓ ખાતે CCTV કેમેરાની સુવિધા માટે 20 કરોડ.
* મોડલ શાળાઓમાં ગર્લ્સ હોસ્ટેલના બાંધકામ માટે 12 કરોડ.
* સંસ્કૃત ગુરૂકુળોમાં શૈક્ષણિક પ્રવૃતિઓ માટે 8 કરોડ.
* ભારત સરકાર દ્વારા સંચાલિત સૈનિક શાળાઓ જેવી જ રક્ષા શક્તિ શાળાઓ રાજ્ય સરકાર દ્વારા સામાજિક ભાગીદારીથી શરૂ કરવા 5 કરોડ.
* નવા સંસ્કૃત ગુરૂકુળો શરૂ કરવા સંસ્કૃત શકિત ગુરૂકુળ યોજના માટે 3 કરોડ.
* વડનગર ખાતે પ્રેરણાકેન્દ્રૂ શરૂ કરવા 2 કરોડ.
ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ...
* મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃત્તિ સહાય પૂરી પાડવા 350 કરોડ.
* નમો ટેબ્લેટ યોજના અંતર્ગત 3 લાખ જેટલા વિદ્યાર્થીઓને ટેબ્લેટ આપવા 200 કરોડ.
* ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓમાં માળખાકીય સગવડો માટે 117 કરોડ.
* સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી 2.0 અંતર્ગત વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા 60 કરોડ.
* સરકારી ઇજનેરી કોલેજો અને પોલિટેકનિક માટે બાંધકામ, સાધન-સામગ્રી, પુસ્તકો અને ખૂટતા ફર્નિચર માટે 37 કરોડ.
* ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન આપવા 30 કરોડ.
* સરકારી કોલેજોના મકાન બાંધકામ, પુસ્તકો, આઇ.ટી. અને લેબોરેટરીના સાધનો માટે 26 કરોડ.
* પીએચડીના 1 હજાર વિદ્યાર્થીઓને સંશોધન તથા અન્ય ખર્ચને પહોંચી વળવા વિદ્યાર્થીદીઠ
* 2 લાખની સહાય માટે 20 કરોડ.
* એન.સી.સી., એન.એસ.એસ., સ્કાઉટ અને ગાઇડ માટેની વિવિધ યોજનાઓ માટે 9 કરોડ.
* આઇ.આઇ.ટી.આર.એ.એમ. ખાતે ડ્રોન ટેકનોલોજી, આર્ટીફિશીયલ ઇન્ટેલીજન્સ. અને મશીન લર્નીગ અને વિવિધ સુવિધાઓ પૂરી પાડવા માટે 6 કરોડ.
* ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી માટે ટોય હાઉસ, પુસ્તક પ્રકાશન અને આઇ.ટી. ઉપકરણ માટે 2 કરોડ.
સામાજિક પછાત વર્ગો અને આદિજાતી વિકાસ માટે શિક્ષણ....
* ગ્રાન્ટ-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ 43 હજાર વિધાર્થીઓ માટે 503 કરોડ.
* ધોરણ 1 થી 10માં અભ્યાસ કરતા બે લાખ વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિનો લાભ આપવા માટે જોગવાઈ રૂ.400 કરોડ.
* પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, વિકસતી જાતિ, લઘુમતિ અને આર્થિક રીતે પછાત વર્ગના અંદાજે 36 લાખ વિદ્યાર્થીઓને ગણવેશ સહાય માટે 374 કરોડ.
* ગ્રાન્ટ્-ઇન-એઇડ છાત્રાલય અને આશ્રમશાળામાં રહેતા અંદાજે 1 લાખ વિધાર્થીઓને માટે 288 કરોડ.
* 53 આદિજાતિ તાલુકાનાં 8 લાખ જેટલા વિદ્યાર્થીઓને પોષણક્ષમ આહાર આપવા 147 કરોડ.
* ધોરણ 1 થી 10 માં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓ માટે 139 કરોડ.
* પ્રાથમિક શાળાઓમાં ભણતાં અંદાજે 13 લાખ વિદ્યાર્થીઓમાટે જોગવાઇ 81 કરોડ.
* ધોરણ 9માં અભ્યાસ કરતી 1 લાખ 70 હજાર કન્યાઓને વિનામૂલ્યે સાયકલ આપવા સરસ્વતી સાધના યોજના માટે 70 કરોડ.
* 25 બિરસા મુંડા જ્ઞાાનશકિત રેસીડેન્સીાયલ સ્કૂલ્સ ઓફ એકસેલેન્સ શરૂ કરવા 45 કરોડ.
* સમરસ છાત્રાલયોની યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને નિવાસી સુવિધા ઉપલબ્ધ કરાવવા 23 કરોડ.
* બિરસા મુંડા આદિજાતિ યુનિવર્સિટીના સંચાલન, શૈક્ષણિક પ્રવૃતિઓ અને સંશોધન કાર્યો માટે 17 કરોડ.
ક્લાયમેન્ટ ચેન્જ ક્ષેત્રે શિક્ષણ...
* સરકારી શાળા, કોલેજો, હોસ્પિટલોના મકાનો ઉપર સોલર રૂફટોપ સ્થાપિત કરી 10 મેગાવોટની ક્ષમતા ઊભી કરવા 37 કરોડ.
* 9 હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત ટુ-વ્હીલર વાહનો ખરીદવા 11 કરોડ.
આરોગ્ય ક્ષેત્રે શિક્ષણ...
* આરોગ્યલક્ષી માસ્ટરપ્લાન પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર તથા ભાવનગરની સરકારી મેડીકલ કોલેજોમાં અદ્યતન સુવિધાઓ વિકસાવવા તેમજ આધુનિકીકરણ માટે 106 કરોડ.
* મેડીકલ કોલેજોનાં વિદ્યાર્થીઓને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના હેઠળ 50 કરોડ.
કૃષિ, બાગાયત માટે શિક્ષણ...
* કૃષિ યુનિવર્સિટીઓ હસ્તક કૃષિ સંશોધન અને શિક્ષણના કાર્યક્રમોને સઘન બનાવવા 757 કરોડ.
From gujaratsamachar.com
No comments:
Post a Comment
If you any equation please ask
Note: Only a member of this blog may post a comment.