Oct 17, 2026

કારકિર્દી માર્ગદર્શન

ECHO Foundation ની કારકિર્દી માર્ગદર્શન પહેલ અંતર્ગત એપ્ટિટ્યુડ ટેસ્ટનું આયોજન

બિલીમોરા, તા. 7 ઑક્ટોબર, 2026: વિદ્યાર્થીઓને તેમની કુદરતી ક્ષમતાઓ, રુચિઓ અને યોગ્યતાઓને ઓળખવામાં મદદરૂપ થવા તથા ભવિષ્યમાં યોગ્ય કારકિર્દી પસંદ કરવા માટે માર્ગદર્શન પૂરું પાડવાના હેતુથી ECHO Foundation દ્વારા નિયમિતપણે ધોરણ 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ માટે એપ્ટિટ્યુડ ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે.

આ પહેલના ભાગરૂપે, તા. 7 ઑક્ટોબર, 2026ના રોજ બિલીમોરા નજીક અંતાલિયા સ્થિત વાણીયા મિલ હાઇ સ્કૂલ ખાતે ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે “એપ્ટિટ્યુડ ટેસ્ટ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં શાળાના કુલ 90 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
આ પરીક્ષાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓની ક્ષમતાઓ, પ્રતિભા અને શક્તિઓને ઓળખવાનો તેમજ તેમને ભવિષ્યમાં યોગ્ય અભ્યાસક્રમ અને કારકિર્દીની પસંદગી કરવામાં મદદરૂપ થવાનો હતો. વિદ્યાર્થી જીવનના શરૂઆતના તબક્કામાં પોતાની રુચિ અને યોગ્યતા વિશે જાણકારી મેળવવાથી વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પોતાના ભવિષ્ય અંગે યોગ્ય નિર્ણય લઈ શકે છે.

ECHO Foundation માને છે કે દરેક વિદ્યાર્થીમાં કોઈ ને કોઈ વિશિષ્ટ પ્રતિભા રહેલી હોય છે. સમયસર તે પ્રતિભાની ઓળખ કરીને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે તો વિદ્યાર્થીઓને તેમની ક્ષમતાઓ અનુસાર આગળ વધવાની તક મળી શકે છે. આ જ ઉદ્દેશ્ય સાથે ફાઉન્ડેશન શિક્ષણ અને કારકિર્દી માર્ગદર્શન ક્ષેત્રે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરે છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વાણીયા મિલ હાઇ સ્કૂલના આચાર્ય શ્રી વિજયસિંહ  યુ. ચૌહાણ, સુપરવાઇઝર શ્રી મનીષ ડી. પટેલ અને શ્રી ઉમેશ જે. પટેલ તથા શ્રી ભવેશ આર. પટેલ, શ્રીમતી પેરીના બી. પટેલ અને શ્રીમતી કરિશ્મા ડી. પટેલનો ખૂબ જ સહકાર અને સાથ મળ્યો હતો.
શાળા સંચાલકો, આચાર્યશ્રી, શિક્ષકો, સુપરવાઇઝરો, વિદ્યાર્થીઓ અને ECHO ફાઉન્ડેશનની ટીમના સંયુક્ત પ્રયાસોથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. ECHO ફાઉન્ડેશન તમામ સહયોગીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે આવી કારકિર્દી માર્ગદર્શનલક્ષી પ્રવૃત્તિઓ ચાલુ રાખવા પ્રતિબદ્ધ છે.

ECHO Foundation

શિક્ષણ, માર્ગદર્શન અને ઉજ્જવળ ભવિષ્ય તરફ એક પહેલ.



No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.