Mar 31, 2026

ECHO Foundation

 

ગયા 8 વર્ષથી ECHO Foundation સતત સમાજ સેવા, વિદ્યાર્થીઓના માર્ગદર્શન અને વિકાસ માટે પ્રતિબદ્ધ રીતે કાર્ય કરી રહ્યું છે. અમારી પારદર્શિતા, નિષ્ઠા અને નિયમોના પાલનના પરિણામે અમને 12A અને 80G પ્રમાણપત્ર માટે પાત્રતા પ્રાપ્ત થઈ.

વર્ષ 2023માં ECHO Foundationને 3 વર્ષ માટે 12A અને 80G પ્રમાણપત્ર મળ્યું, જે અમારા કાર્ય માટે એક મહત્વપૂર્ણ માન્યતા હતી અને દાતાઓમાં વિશ્વાસ વધુ મજબૂત બનાવનાર સાબિત થયું.

હવે અમને ખૂબ આનંદ છે કે અમારા કાર્ય, ઇન્કમ ટેક્સ રિટર્ન અને નાણાકીય રિપોર્ટની સમીક્ષા કર્યા પછી, ભારતના આવકવેરા વિભાગ દ્વારા 31-03-2026ના રોજ 2026 થી 2037 સુધી માટે 12A અને 80Gનું રિન્યુઅલ મંજૂર કરવામાં આવ્યું છે.

સિદ્ધિ દર્શાવે છે કે:

  • અમારી નાણાકીય વ્યવસ્થા સંપૂર્ણપણે પારદર્શક છે
  • દાનની રકમનો યોગ્ય અને સમાજહિતમાં ઉપયોગ થાય છે
  • અમે સતત સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા પ્રયત્નશીલ છીએ
  • અમે તમામ સરકારી નિયમોનું પાલન કરીએ છીએ

દાતાઓ માટે ખાસ માહિતી:

  • ECHO Foundationને આપેલ દરેક દાન Section 80G હેઠળ ટેક્સ છૂટ માટે માન્ય છે
  • તમારું યોગદાન સમાજ સેવા સાથે સાથે તમને ટેક્સ લાભ પણ આપે છે

સફરમાં આપના સહયોગ, વિશ્વાસ અને પ્રોત્સાહન માટે અમે દિલથી આભારી છીએ. આપના દરેક યોગદાનથી અમને આગળ વધવાની પ્રેરણા મળી છે.

આગામી વર્ષોમાં પણ આપણે મળીને વધુ સારા કાર્ય કરી સમાજમાં સકારાત્મક ફેરફાર લાવીએ એવી આશા રાખીએ છીએ.

ECHO Foundation સાથે જોડાયેલા રહેવા બદલ ખૂબ ખૂબ આભાર.




 

No comments:

Post a Comment

If you any equation please ask

Note: Only a member of this blog may post a comment.