*ECHO-एक गुंज*
શિક્ષણ
જગત અને તેનું મહત્વ
જગતના
તમામ ધર્મોમાં શિક્ષણને સર્વોત્તમ ધર્મ માનવામાં આવ્યું
છે. કારણ કે શિક્ષણ
જ એવું સાધન છે
જે માણસને માનવ બનાવે છે,
વિચારશીલતા, જાગૃતિ, પ્રગતિ અને સંસ્કારનો માર્ગ
દેખાડે છે. જો શાળાને
મંદિર ગણીએ તો તેમાં
શિક્ષક પુજારી અને વિદ્યાર્થી શ્રદ્ધાળુ
સમાન છે. શાળા એ
જ સ્થાન છે જ્યાંથી માનવજીવનનો
સાચો વિકાસ શરૂ થાય છે.
૧.
શિક્ષણ: સમાજ અને રાષ્ટ્રની પીઠબળ
કોઈપણ
દેશની પ્રગતિ માત્ર તેના કુદરતી સંસાધનો પર આધારિત નથી, પરંતુ તેના નાગરિકોના જ્ઞાન અને કુશળતા પર આધારિત છે. જાપાન, જર્મની, આઇસલેન્ડ જેવા દેશોએ બીજા વિશ્વયુદ્ધ પછી શૂન્યમાંથી પ્રગતિ કરી માત્ર શિક્ષણના બળે. જર્મનીએ ટેક્નોલોજી અને વિજ્ઞાનમાં વિશ્વને આગવી દિશા આપી. આઇસલેન્ડ જેવા નાના દેશે પણ ઉચ્ચ સાક્ષરતા દર અને ગુણવત્તાયુક્ત શિક્ષણથી પોતાને વિકાસશીલ બનાવ્યો. એટલે શિક્ષણ એ માત્ર વ્યક્તિગત નહિ પરંતુ સામૂહિક સમૃદ્ધિનું સાધન છે.
૨.
શિક્ષણના ફાયદા
- વ્યક્તિગત
વિકાસ:
શિક્ષણ માનવીને અંધશ્રદ્ધાથી મુક્ત કરી તર્કશક્તિ આપે છે. તે આત્મવિશ્વાસ અને યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા વિકસાવે છે.
- સામાજિક
સમાનતા:
શિક્ષણ જાતિ, વર્ણ, ધર્મ કે લિંગના ભેદભાવને ઓછો કરી સમાનતાનું મંચ તૈયાર કરે છે.
- આર્થિક
પ્રગતિ:
સક્ષમ અને કુશળ માનવશક્તિ દેશને વૈશ્વિક બજારમાં પ્રતિસ્પર્ધા કરવાની શક્તિ આપે છે.
- લોકશાહીનું
રક્ષણ:
શિક્ષિત નાગરિકો જ પોતાના અધિકાર અને ફરજને સારી રીતે સમજીને લોકશાહી મજબૂત કરે છે.
- સંસ્કાર
અને નૈતિકતા: શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન નથી, પરંતુ જીવન મૂલ્યો અને સંસ્કારોનું સંવર્ધન પણ છે.
૩.
શાળાઓનું વિલીનીકરણ – ચિંતાજનક પગલું
સરકારની
નીતિ મુજબ, જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી છે, એવી
શાળાઓને નજીકની બીજી શાળામાં ભેળવી
દેવાઈ રહી છે. આ
પ્રકરણમાં શિક્ષકોની સાથે વિદ્યાર્થીઓની પણ
બદલી થતી રહેશે. પણ
પ્રશ્ન એ છે કે
જો શાળા મંદિર છે
તો શું ક્યારેય મંદિરો
ભેળવાતા સાંભળ્યા છે? દરેક શાળાની
પોતાની પરંપરા, ઇતિહાસ અને ઓળખ હોય
છે. તેનો અંત સમાજ
માટે ક્ષતિરૂપ છે.
જો
શાળાઓ બંધ કરવાની જ
હોય તો પ્રથમ ખાનગી
શાળાઓ પર નિયંત્રણ લાવવું
જોઈએ, કારણ કે ત્યાં
શિક્ષણ વેપાર બની ગયું છે.
સરકારી શાળાઓ બંધ થવાથી ગ્રામ્ય
વિસ્તારોના ગરીબ બાળકો માટે
શિક્ષણ દૂર થઈ જશે.
૪.
આગળનો માર્ગ
- સરકારી
શાળાઓનું સંવર્ધન: સરકારને જરૂરી છે કે શાળાઓના આધુનિકીકરણ, શિક્ષકોના તાલીમ, અને સગવડો વધારવામાં ધ્યાન આપે.
- વિદ્યાર્થીઓમાં
રસ જગાડવો: રમત-ગમત, કલા, વિજ્ઞાન પ્રદર્શન વગેરે દ્વારા શાળા પ્રત્યે આકર્ષણ વધારવું.
- સમાજનો
સહકાર:
શિક્ષણ માત્ર સરકારનું નહીં, પરંતુ સમાજનું પણ સંયુક્ત જવાબદારી છે. સમાજ-સંસ્થાઓએ પણ શાળાઓને સહાય કરવી જોઈએ.
એક
વિચાર ....
શિક્ષણ
વિના દેશનો વિકાસ સંભવ નથી. જે
રાષ્ટ્રે શિક્ષણને સર્વોપરી સ્થાન આપ્યું છે તે વિશ્વમાં
અગ્રણી બન્યા છે. શાળાઓ બંધ
કરવી એ સમાજના ભવિષ્યને
બંધ કરવું છે. દરેક શાળાને
સાચવીને, તેમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ પહોંચાડીને જ સાચા અર્થમાં
ભારત પ્રગતિના પંથ પર આગળ
વધી શકે છે.